ડાંગ એલસીબી પોલીસની ટીમે ડોન ગ્રામ પંચાયતમાંથી ચોરેલા રૂપિયાથી ખરીદેલ ૨ બાઈક અને આહવાથી ચોરેલ ૩ મોબાઈલ સાથે યુવાનને ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડાંગ એલસીબીનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન, તથા તેમની ટીમ સાથે ડાંગ જિલ્લામાં અનડીટેક્ટ અને મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા અંગે વોચ તપાસ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન તેમને મળેલ બાતમી આધારે ચિંચલી થી ચીચધરા ગામ તરફ જતા જાહેર માર્ગ ઉપરથી સામેલભાઈ રામદાસભાઈ પવાર ( રહે.ચિચધરા તા.આહવા જી.ડાંગ ) ને પકડતા તેણે આજથી ત્રણેક મહિના પહેલા ડોન ગામે ગ્રામ પંચાયતની ઓફિસમાંથી રોકડા રૂા.૨,૨૦,૦૦૦ ની ચોરી કરી ચોરીના રૂપિયામાંથી વાંસદા ખડકાલા પાસેથી રૂા.૧,૫૭,૦૦૦ રોકડેથી KTM DUKE બાઈક ખરીદી કરી હતી.અને બાકીની રકમ પોતાના અંગત ખર્ચમાં વાપરેલ હોવાની કબુલાત કરેલ જે અંગે આહવા પોલીસ સ્ટેશનમાં રેકોર્ડ ઉપર જોતા આહવા પોલીસ સ્ટેશને ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો તેમજ તેમના અંગઝડતી દરમ્યાન અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૩ મળી આવેલ જેના નંબરોની રેકર્ડ ઉપર ખાતરી કરતા આહવા પોલીસ સ્ટેશને મોબાઈલ ચોરીનો પણ ગુનો નોંધાયો હતો.જે બંને ગુનાની કબૂલાત આધારે આરોપીના કબ્જામાંથી મોબાઈલ ફોન નંગ-૩ જેની કિંમત રૂપિયા રૂ.૧૪,૪૦૦ તથા બાઈક નગ-૨ જેની કિંમત રૂપિયા ૧,૯૨,૦૦૦ સાથે કુલ રૂા.૨,૦૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ડોનગામની ઘરફોડ ચોરી તથા આહવા ટાઉનના મોબાઇલ ચોરીના ગુનાઓમાં ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.