વિકાસ સપ્તાહના અંતિમ ચરણમાં વ્યારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમતવીર બાલિકાઓને પ્રોત્સાહિત કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારી) : , તા.15. રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે ઠેર ઠેર “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લાના વ્યારામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંગણમાં જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા વિકાસ સપ્તાહ નિમિતે રમતવીરોને સન્માનવામાં આવ્યા હતા તેમજ વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અહી રમતવીર બાલિકાઓ માટે રસ્સા ખેંચની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રમતવીરોને અને બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ક્લેક્ટરશ્રી વિપિન ગર્ગે હાજરી આપી હતી.
રાષ્ટ્રીય કક્ષાએ ગત વર્ષ સારો દેખાવ કરનારી રમતવીર બાળાઓને વિકાસ સપ્તાહના મંચ પર મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જેમાં ગામીત ખુશી અલ્પેશભાઈ, વાઘામાર્યા કિંજલ સિત્યાભાઇ, મારવાડે દીપિકા મનહરભાઈને એથલેટિક્સમાં, સાવરા હંશા રામુભાઇ, ઠાકોર દિવ્યા સુરેશભાઈ, બરફ ઊર્મિલા પીન્ટુભાઈને ખો- ખોમાં, પંચાલ ધ્રુવી આશિષભાઈ, નીમકર વૈદેહી સુહાષ, કુમાર નિયતિ પંકજને શૂટિંગમાં તેમજ ગામીત રિયા જીતેશભાઈ, કનઝારિયા રિયા વાલજીભાઈ, વસાવા નંદની સંતોષભાઈને કબડ્ડી જેવી રમતમાં ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવવા બદલ ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
………………
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.