સી.ઈ.ઓ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વાડી ભેસરોટ ગામે આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી જિલ્લાના સોનગડ તાલુકાના વાડી ભેસરોટ ગામમાં માછીમારી કરતાં બેહનો માટે આજરોજ (૧૫મી ઓકટોબર, ૨૦૨૪) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે એક દિવસીય પરિસંવાદ “એન્ટરપ્રેન્યરશીપ ડેવલોપમેન્ટ ઓફ રૂરલ વુમન ઇન ફિશરીઝ” આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી રમીલાબેન ગામીત અને વાડી ભેસરોટ ગામના ડેપ્યુટી સરપંચશ્રી જયેશભાઈ ગામીત અને તાલુકા સભ્ય શ્રી પ્રદિપભાઈ ચૌધરી તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડો. સ્મિત આર. લેન્ડે ઉપસ્થિત રહેલ હતા. ગ્રામીણ વિભાગમાં રેહતા મહિલાઓનો કૃષિ અને સંલગ્ન વ્યવસાયોમાં મોટો ફાળો વૈશ્વિક સ્થરે રહે છે. માછીમારી અને મત્સ્ય વ્યવસાયમાં આધુનિક સમયમાં મહિલાઓ માટે વ્યવસાયીક ઢબે પુષ્કળ તકો છે. વૈશ્વિક સ્થરે મત્સ્યપાલન વ્યવસાયમાં ગ્રામીણ વિભાગના બેહનોની પુષ્કળ સફળ ગાથાઓ પ્રસિદ્ધ છે. આ કાર્યક્રમ દરમિયાન વાડી ભેસરોટ ગામની ૨૫ બેહનો હાજર રહેલ હતી. જેમને આ પ્રસંગે સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર કા.યુ. ઉકાઈ કેન્દ્ર દ્વારા ફિશિંગ માટે ઉપયોગી કીટનુ પણ વિતરણ કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.