ડાંગનાં ડોન હિલ સ્ટેશન પાસે વૃક્ષમાં જોવા મળ્યુ અદભુત દ્રશ્ય : હરડેના ઝાડ પર ફૂટેલુ જંગલી કેળ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન નજીકનાં વિસ્તારમાં એક વૃક્ષ પર અદભુત અને દુર્લભ દ્રશ્ય જોવા મળ્યુ છે. રાજુભાઈ રાણાને ફિલ્ડ વર્ક દરમિયાન હરડેના ઝાડ પર જંગલી કેળુ જેને ડાંગી ભાષામાં ‘ચવ’ કહેવાય છે તે ફૂટેલું જોવા મળ્યુ હતુ. કુદરતના આ ચમત્કારથી આશ્ચર્યચકિત થઈને રાજુભાઈએ આ દ્રશ્યને કેમેરામાં કેદ કર્યું હતુ. અને તેઓએ એન્વાયરમેન્ટ એન્જિનિયર એવા અમિતભાઈ રાણા જે ડાંગ જિલ્લા ઉપર પ્રકૃતિ અને જૈવ વિવિધતા પર અભ્યાસ કરી રહ્યા છે. તેઓને બતાવ્યુ હતુ. રાજુભાઈ રાણા ડોન હિલ સ્ટેશન પાસેનાં વિસ્તારમાં ફિલ્ડ વર્ક કરી રહ્યા હતા તે દરમિયાન સૌપ્રથમવાર હરડેના ઝાડ ઉપર જંગલી કેળ જેને ડાંગી ભાષામાં “ચવ” તરીકે ઓળખાય છે જે મળી આવ્યું હતુ. કુદરતની આવી કરામત જોઈને તેમણે તે ફોટોમાં કંડારી દીધી હતુ. તેમને અમિતભાઈ બતાવતા તેઓએ જણાવ્યુ હતુ કે, પક્ષીઓ અને પ્રાણીઓ વનસ્પતિ ખાય છે, ત્યારે બીજ તેમના શરીરમાં જાય છે અને ન પચેલા બીજ પક્ષીઓની આધાર (હગાર) સાથે અને પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાઈ છે. આવી રીતે જ કોઈ પક્ષી દ્વારા જંગલી કેળાના બીજ કે ફળ ખાધા બાદ હરડેના વૃક્ષના થડના ના કાણામાં ફસાઈ ગયુ હશે અને તેમાંથી ચવ નો છોડ નીકળ્યો છે તેમ જણાવ્યુ હતુ. ડાંગમાં આજે જે ગાઢ વન વિસ્તાર છે. જેનુ કારણ આ જ છે. બીજના ફેલાવાથી વનસ્પતિના એક જ સ્થળે ગીચતા થતી અટકે છે. વનસ્પતિ તેમના સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્ય મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે. એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આમ આ પ્રકારની ક્રિયા ને બીજ નું સ્થાનાંતર કહેવાય છે એ પર્યાવરણ માટે લાભદાયી નીવડે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.