ઉચ્છલમાં નોંધાયેલ મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને સયંકત્ત રીતે બાતમી હકિકત્ત મળેલ કે, ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ ફોન ચોરીના ગુનાના કામે ફરિયાદીશ્રી પાઉલભાઇ વસંતભાઇ ગામીત રહે-ભડભુંજા બસ સ્ટેન્ડ ફળીયુ, તા.ઉચ્છલ જી.તાપીના પિતાજીનો ઓપ્પો કંપની મોબાઇલ ફોન જે ફોનમાં સીમકાર્ડ ધારક ઇકબાલ અકબર શાહ ઉ.વ.૩૩ રહે- ઇસ્લામપુરા નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્રનો ઉપયોગ કરતો હોવાની માહિતી આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી તપાસ કરતા આ સીમકાર્ડ ધારક આરોપી- ઇકબાલ અકબર શાહ ઉ.વ.૩૩ રહે- ઇસ્લામપુરા નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર પાસેથી આ ગુનામાં ચોરીમાં ઉપરોકત મોબાઇલ ફોન મળી આવતા મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતા અને મોબાઇલ ફોનના માલિકીના આધાર પુરાવા/બીલની માંગણી કરતા તેઓના પાસે કોઇ બીલ કે કોઇ આધાર પુરાવા નહિ હોવાનું જણાયેલ. અને આ મોબાઇલ આજથી આશરે એકાદ અઠવાડીયા પહેલા તેઓએ નવાપુર ખાતેથી ખરીદી કરેલાનું જણાવતા સદર મોબાઇલ ફોનની કિ.રૂ.૬,૦૦૦/- ગણી કબજે કરી પકડાયેલ આરોપીને આજે તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી તથા મોબાઇલ ફોન વેચનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઇલ ફોન ચોરી મુજબના ગુનાના કામે આગળની વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) ઇકબાલ અકબર શાહ ઉ.વ.૩૩ રહે- ઇસ્લામપુરા નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ઓપ્પો કંપનીનો મોબાઇલની કિંમત રૂ.૬,૦૦૦/- નો મુદ્દામાલ

શોધાયેલ ગુનાઓ :-

ઉચ્છલ પોલીસ સ્ટેશન પાર્ટ. એ. ગુ.ર.ન. ૧૧૮૨૪૦૦૬૨૪૦૭૯૫/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ-૩૦૩(૨), મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી, ડી.એસ.ગોહીલ, તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ,  અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયભાઈ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગબરભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *