રેફરલ હોસ્પિટલ ડોલવણ મુકામે ” છાંયડો ” સુરત માનવ સેવા સંઘ ફ્રિ દિવ્યાંગ સહાય કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તારીખ ૧૩/૧૦/૨૪ ના રવિવાર ના રોજ રેફરલ હોસ્પિટલ ડોલવણ મુકામે ” છાંયડો ” સુરત માનવ સેવા સંઘ ફિ દિવ્યાંગ સહાય કેમ્પ તથા સહયોગી સંસ્થા જેવી કે જિલ્લા આરોગ્ય વિભાગ તાપી અને રોટરી ક્લબ ઓફ વ્યારા તથા આર્શિવાદ ચેરીટેબલ ટ્રસ્ટ અને વ્યારા મેડિકલ એસોસીયેશન દ્વારા કપાયેલા હાથ તથા પગ, અને કાનની બહેરાશ તથા લકવા વાળા લાભાર્થી ને ટ્રાઈસીકલ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમા કુલ ૬૬ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા કપાયેલા હાથ અને પગ મળીને કુલ ૨૮ લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા તથા ૧૨ વ્યક્તિ ને ટ્રાઈસિકલ માટે તથા ૧૬ લાભાર્થીઓને આજે જ કાનના મશીન આપવામાં આવ્યા. જેમા છાંયડો તરફથી શ્રી વાસવભાઈ દેસાઈ. મુકેશભાઈ શાહ તથા તેમની ટીમ આર્શિવાદ ચેરીટેબલ ટ્સ્ટ અને વ્યારા મેડિકલ એસોસીયન તરફ્થી ડૉ અરવિંદભાઈ પટેલ તથા જિલ્લા આરોગ્ય વિભાગ તરફ્થી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડોલવણ તરફથી ડૉ. દિપ્તિબેન વસાવા, ડૉ. નિકુંજભાઈ ચૌધરી તથા તેમની આરોગ્યની ટીમ અને રોટરી ક્લબ ઓફ વ્યારા તરફથી રાજેશભાઈ શેઠ હાજર રહ્યા હતા. તમામ માર્ગદર્શન જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વડા એવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાઉલ વસાવા સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પ્રણય પટેલ તરફ્થી આપવામાં આવ્યુ હતુ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.