ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા સરવાળા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો

Contact News Publisher

નિઝર તાલુકાના સરવાળા ખાતે યોજાયેલ ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૧૯ અરજીઓનો સ્થળ પર નિકાલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧ તાપી જિલ્લાના નિઝર તાલુકાના પ્રાથમિક શાળા સરવાળા ખાતે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામિતના અધ્યક્ષસ્થાને ‘સેવાસેતુ’ (૧૦મો તબ્બકો) કાર્યક્રમ યોજાયો હતો. સરવાળા ખાતે યોજાયેલ ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૧૯ જેટલી વિવિધ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે પ્રપ્ત થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.

આજે નિઝર તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા સરવાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સરવાળા, ચિંચોદા, શેલુ,અંતુર્લી, વાંકા, હરદુલી, પિંપળોદ,ષવ્યાવલ, સુલવાડા, દેવાળા, હિંગણી ગામના નાગરીકોને સરકારશ્રીની કુલ ૧૩ જેટલા વિભાગો દ્વારા આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, ટી.ડી.ઓશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ, પધાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
000000.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *