વઘઇ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૯: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ દ્વારા તારીખ ૦૪ ઓક્ટોબર ૨૦૨૪નાં રોજ જિલ્લા કક્ષાના કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ડાંગ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં “આપણો જિલ્લો ડાંગ“ વિષય પર ડાંગના બાળ કલાકારોમાં રહેલા કૌશલ્ય અને સુષુપ્ત શકિતઓનો વિકાસ થાય તે હેતુથી ચિત્ર, ગાયન, વાદન, સાહિત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં દીપ દર્શન માધ્યમિક શાળા આહવાની વિદ્યાર્થીની ભોયે ધ્રુવિબેન સુભાષભાઈનો ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.
આ સ્પર્ધામાં સુંદર દેખાવ કરી શાળાનું નામ રોશન કરવા બદલ ઉપસ્થિત જિલ્લા કન્વીનર, કલા ઉત્સવ શ્રી યોગેશ એચ. ચૌધરી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈના પ્રાચાર્ય ડૉ. બી.એમ. રાઉતનાં વરદ હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરી શાળાના આચાર્ય સિ.સુહાસિની પરમાર અને માર્ગદર્શક શિક્ષકને પણ અભિનંદન પાઠવ્યા હતા.
–
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.