નિઝર તાલુકાના ઈંટવાઈ ગામે ટી.બી.નાં દર્દીઓનું સર્વે કરવામા આવ્યું : કોઈ ટી.બી.ગ્રસ્ત દર્દી નહિ મળ્યો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લામાં વધુ એક પોઝીટિવ કેસ નોંધયો. કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગામે ૩૫ વર્ષીય યુવાનનો કોરોના પોઝીટિવ આવતા જ તંત્ર દોડતું થયું.

મળતી માહિતી મુજબ કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગામે વિનાયકભાઈ પાડવી ઉ.૩૫ ના યુવાન જે હાલે અમદાવાદ ખાતે બ્લડ કેન્સરની સારવાર લઈ રહેલ છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝીટિવ આવતા જ તાપી જિલ્લા અને કુકરમુંડા તાલુકાના પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્રની ટીમ દોડતું થયું. અને તાપી જિલ્લાના કલેકટરશ્રી અને આરોગ્ય શાખા, તાપી દ્રારા ઇટવાઈ ગામને કંટઈમેંટ એરિયા જાહેર કરી સંપૂણ ગામને તાત્કાલિક ધોરણે કેવોરેટાઇન કરવા જાહેર કરતા સ્થનિક પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર ઈંટવાઈ ગામે દોડી આવ્યા હતા. ઈંટવાઈ ગામમાં પોલીસકર્મીઓ દ્રારા રસ્તાઓ બંદ કરી મુખ્ય માર્ગો પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. તેમજ આરોગ્ય વિભાગ નિઝર /કુકરમુંડાની rbskni ટીમો કર્યરત કરવામાં આવેલ છે. જેમાં ડો. જ્યોતિરબ્રહમ પાડવી, ડો. મુરલીધર, ડો.પલ્લવી, ડો.સૂર્યકાન્ત પટેલ અને આરોગ્ય કર્મીઓ દ્રારા આજરોજ ટીબી દર્દીનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં એક પણ દર્દી ટીબી ગ્રસ્ત મળી આવ્યું ન હતું.આવતીકાલેથી ઈંટવાઈ ગામના જેમનામાં લક્ષણો જણાય આવે અને ૬૦ વર્ષની ઉપરની તમામ વક્તિઓ ના સેમ્પલ લેવામાં આવશે.

વધુમાં જાહેરનામું ભંગ કરનારને આઈ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ જાહેરનામાના કોઈપણ ખન્ડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ -૫૧થી૬૦ થતા ભારતીય દન્ડ સહિંતાની કલમ -૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે,.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other