આહવા નગરમાં પાણીની લાઈનો લીકેજ:-પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ અને ગ્રા.પં.નાં અધિકારીઓની નિરસ કામગીરી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં પાણીની લાઈનોમાં લીકેજ થવા પામેલ છે. જેના કારણે પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે. તેમ છતા ગ્રામ પંચાયતના હોદ્દેદારો કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કામગીરી કરવા માટે પ્રયત્ન સુધ્ધા કરવામાં આવતો નથી જેના કારણે અધિકારીઓની કામગીરી પણ નિષ્ક્રિય જોવા મળી રહી છે. આહવા નગરમાં પાણીની લાઈનોમાં ભંગાણ થવા પામેલ છે.
સમગ્ર આહવા નગરમાં ઠેર ઠેર પાણીની લાઈનમાં ભંગાણ થયેલ જોવા મળે છે .જેના કારણે સમગ્ર આહવા નગરમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. તેમ છતાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો કે અધિકારીઓ કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અધિકારીઓની કામગીરી નિષ્ક્રિય જોવા મળી રહી છે. જેથી ચોમાસાની ઋતુમાં પણ નગરવાસીઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આ સત્તાધીશોની સક્ષમ નથી કે કેમ તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. આ પાણીની લાઈનના ભંગાણને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે અને ગ્રામજનોને પૂરતુ પાણી મળી રહ્યુ નથી. આ સમસ્યાને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ગ્રામજનોની સમસ્યાને અવગણી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નગરજનોએ એક થઈને સંઘર્ષ કરવો પડશે તેવું લાગી રહ્યું છે. જોકે અધિકારીઓ દ્વારા હવે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો પ્રશ્ન જ રહ્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.