તાપી યુથ કોંગ્રેસ દ્વારા દાહોદમાં ૬ વર્ષની બાળકીને અડપલાં કરી હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ સાથે આવેદનપત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર સોંપી માંગણી કરવામા આવી છે કે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીની સાથે ગત ૯મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ શાળાના આચાર્ય દ્વારા પોતાની જ કારમાં શારીરિક અડપલાં બાદ બાળકીનું મોઢું દબાવી સ્વાસ રૂંધી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવેલ છે. ૬ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં બાદ નિર્મમ હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે. સમસ્ત શિક્ષણ જગતને શરમાવે એવા નરાધમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થાય અને અમાનવીય ગુન્હો આચરનાર આરોપી ગોવિંદ નટને ફાસીની સજા કરવામાં આવે તેવી અમારી સરકારશ્રી પાસે માંગ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.