સમગ્ર ગુજરાત સહીત તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવામાં સક્રિય ભાગીદારી નોંધાવી ગ્રામજનોને જાગૃત કરતા કુકરમુંડા તાલુકાના ફુલવાડી પ્રાર્થમિક શાળાના બાળકો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૨૦ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનના નેમને આગળ ધપાવવા આગામી ૩૧ ઓક્ટોબર સુધી “સ્વાભાવ સ્વચ્છતા”,”સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે.ત્યારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફુલવાડી પ્રાર્થમિક શાળાના બાળકોએ સ્વચ્છતા રેલી યોજી ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશો પહોંચાડ્યો હતો. બાળકોએ પોતાની શાળા,ઘર,ગામમાં સ્વચ્છતા જાળવવાના અને ગ્રામજને પણ સ્વચ્છતા જાળવવાનો સંદેશો પાઠવના શપથ ગ્રહણ કર્યા હતા,અને પોતાના હાથને કીટાણુમુક્ત બનાવવા માટે હેન્ડ વોશની પ્રવૃત્તિમાં જોડાઈ સ્વચ્છતા હી સેવા ના સૂત્રને ચરિતાર્થ કરવામાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.