નવાપુર રેલ્વે સ્ટેશને ટ્રેનની ટકકર લાગતા સારવાર દરમિયાન મરણ જનાર અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૬૧/૨૦૨૪ સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબના મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૪૦ ના આશરાનો તા.૦૧/૦૪/૨૦૨૪ ના કલાક:૧૦/૩૫ વાગ્યા પહેલાં નવાપુર રેલ્વે સ્ટેશનની પશ્ચિમે કિ.મી.નં- ૯૭/૧૦ પાસે ડાઉન રેલ્વે લાઇન ઉપર ટ્રેન નં- ૧૯૪૮૩ ડાઉન અમદાવાદ- બરોની એકસ્પ્રેસ ટ્રેનની ટકકર વાગતા માથાના ભાગે તથા બન્ને હાથ તથા પગ કપાય જતા પ્રથમ સારવાર ઉચ્છલ સી.એચ.સી હોસ્પિટલમાં કર્યા બાદ વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લાવતા દરમ્યાન ડો.શ્રી એ મરણ જાહેર કરેલ. મરનારના વાલી-વારસોની તપાસ કરાવડાવતા મળી આવેલ નથી જેથી ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો.
મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૪૦ ના આશરાનો ઉચાઇ ૫પ” રંગે- ધઉં વર્ણનો બાંધો મધ્યમ.બાધાનો જેના જમણા હાથ ઉપર અંગ્રેજીમાં એ.કે. લખેલ છે. તથા બાવડા ઉપર નાગનું છુદણુ ત્રોફાવેલ છે.
મરનારે પહરેલ કપડાનું વર્ણન :- બદનમાં કાળા કલરનુ આખી બાયનું ટીશર્ટ તથા કમરના ભાગે લીલા કલરનુ પેન્ટ તથા અગ્રેજીમાં લકસ કોજી લખેલ ફુલ સાઈઝનો જાગીયો પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.https://chat.whatsapp.com/HDL7Un0oy3z4GbhNfwP4mK