વ્યારામાં યંગ મુસ્લિમ ગ્રૂપ (મગદૂમ નગર) તરફથી ઈદ એ મિલાદ નિમિત્તે સોજી (હલવો) વહેંચ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ વ્યારામા ઈદ એ મિલાદની ઉજવણી ધામ ધૂમ અને હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી. ઈદ એ મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામા આવેલ. આ જુલુસ ઉનાઈ નાકે આવેલ સુન્ની મુસ્લિમ મસ્જીદથી નીકળી સ્ટેશન વિસ્તારમા આવેલ સૈયદ કતલશાહ બાવાની દરગાહ સુધી પહોંચી હતી. આ જુલુસ દરમ્યાન યંગ મુસ્લિમ ગ્રૂપ (મગદૂમ નગર) તરફથી સોજી (હલવો) વહેંચવામાં આવેલ હતો. ઇદ મિલાદ-ઉન-નબીએ ઇસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસનો શુભ અવસર છે, જે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નથી, પરંતુ આ દિવસ પ્રેમ, ભાઈચારો અને માનવતાનો સંદેશ ફેલાવવાનો પણ છે.
આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો.
ન્યુઝ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો