નેશનલ સ્કૂલ અંકલેશ્વર ખાતે ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ભરૂચ પ્રેરિત પીરામણ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નેશનલ હાઇસ્કૂલ, અંકલેશ્વર ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સર્જનસિંહ ચૌહાણનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમનાં મુખ્ય મહેમાનપદે રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા એવાં ગજેન્દ્ર પટેલ, પ્રભુભાઈ પટેલ, બીટ નિરીક્ષક ભક્તિ કોસમીયા સહિત શાળાનાં આચાર્ય દિવ્યેશ સોલંકી, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, જયેશ પ્રજાપતિ, કન્વીનર રાજુ પ્રજાપતિ, નેશનલ સ્કૂલ ટ્રસ્ટી મંડળ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે કુલ 48 જેટલી કૃતિઓનું પ્રદર્શિત કરવામાં આવી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને આસપાસની શાળાઓનાં અંદાજીત 1500 થી વધુ વિદ્યાર્થીઓ સહિત વાલીજનોએ નિહાળ્યું હતું.
