રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.14: રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા જિ તાપી ખાતે 7મા રાષ્ટ્રીય પોષણ માહ-20 24 ઉજવણી તાપી જિલ્લાની અંતયાળ વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે 7મા રાષ્ટ્રીય પોષણ માહ 2024 ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગ તેમજ icds વિભાગ અન્વયે સગર્ભા ,ધાત્રી માતા, અને કિશોરીઓ ને પોષણ વિશે વિસ્તૃત માહિતી ડો પરિમલ પટેલ (તબીબી અધિકારી) દ્વારા કરવામાં આવી જેમાં
“હું એનોમિયા મુક્ત છું” એ થીમ કિશોરીઓની હિમોગ્લોબિન ની તપાસ તેમજ સિકલ સેલ ની તપાસ લેબોરેટરીમાં કરાવવામાં આવી ડો આશિષ ગામીત( સ્ત્રી રોગ નિષ્ણાંત) કિશોરીઓને પાંચ સોનેરી સુત્રો જેવા કે
બાળકના જીવનમાં પ્રથમ 1000 દિવસ
પૌષ્ટિક આહાર
એનોમીયા
ઝાડા નિયંત્રણ
સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, આઇસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક આહાર જેવા કે અળવી ના પાતરા, બાફેલા ચણા, લાડુ ,સરગવાની ભાજીના મુઠીયા, જેવી વાનગીઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું.