હોન્ડા કંપનીની WR-V કારમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહીબિશન મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવૃતિ શોધી કાઢવાની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે, “સોનગઢ બંધારપાડા તરફથી એક સફેદ કલરની હોન્ડા કંપનીની WR-V કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ- 15-CG-3267માં ઇગ્લીશદારૂ ભરીને આવે છે.” જે બાતમી આધારે, શ્રી જે.બી. આહિર, પો.સ.ઈ. એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે પાનવાડીથી સરૈયા ગામ થઇ સોનગઢના બંધારપાડા રોડ તરફ આગળ જતા સોનગઢ તાલુકાના ધમોડી ગામની સીમમાં આવતા સામેથી બાતમી હકીકતવાળી કાર આવતા આ કાર ચાલકે પોલીસનું સરકારી વાહન દુરથી જોઇ લેતા તેમણે પોતાની કાર પુર ઝડપે રિર્વસમાં લઇ થોડે આગળ ઉભી રાખી કાર ચાલક અને તેની બાજુની સીટ ઉપર બેસેલ ઇસમ એમ બન્ને જણા કારમાંથી ઉતરી નાશવા લાગેતા આ કાર ચાલક કોઇક જગ્યાએ નાશી ગયેલ અને કાર ચાલકની બાજુમાં બેસેલ ઇસમ પકડાય ગયેલ. આ કાર સફેદ કલરની હોન્ડા કંપનીની WR-V કાર નંબર GJ-15-CG-3267 ની પાછળની સીટ ઉપર તેમજ કારની ડીકીમાં ખાખી પુઠાના બોક્સ તેમજ પ્લાસ્ટીકની કાળી કોથળીઓમાં ખાખી પુઠાના બોક્સ તેમજ છુટી બોટલો ભરેલ ભારતીય કંપની બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલ હોય પકડાયેલ આરોપી- સુરેન્દ્રસિંહ નિર્ભયસિંહ રાજપુત ઉ.વ.૨૩ ધંધો. મજુરી રહે. મયુર પાર્ક હોટલ નરોડા અમદાવાદ મુળ રહે.ગામ-રોબા, જગત થાના. તા.કુરાબટ જી. ઉદેપુર રાજસ્થાન તથા પ્રોહી જથ્થો ભરેલ કાર નંબર GJ-15-CG-3267 માંથી નાશી જનાર કાર ચાલકે પોતાના કબ્જાની સફેદ કલરની હોન્ડા કંપનીની WR-V કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-15-CG-3267 ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કીની નાની બાટલીઓ કુલ નંગ-૩૧૨ કિંમત રૂ.૧,૫૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૬૧,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક (૧) આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી, એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા પો.સ.ઈ.શ્રી, જે.બી.આહિર એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે. કોન્સ.ધર્મેશભાઇ મગનભાઈ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, પો.કો. અરૂણભાઇ જાલમસિંહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ તથા પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ તથા પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા ડ્રા.પો. કોન્સ. સુનિલભાઇ ખુશાલભાઇ, ડ્રા.એ.એસ.આઇ કિરણભાઇ વેચ્યાભાઇએ કામગીરી કરેલ છે.