તાપી જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ પ્રકિયા અંતર્ગત અંડર-૧૫ વયજુથના ખેલાડીઓ માટે હાઇટ હંટ કશોટીનું આયોજન
પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ આગામી ૯ થી ૧૧ સપ્ટેમ્બ સુધી જન્મનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે ઉપસ્થિત રહેવું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ પ્રકિયા અંતર્ગત અંડર-૧૫ વયજુથના ખેલાડીઓ માટે હાઇટ હંટ કસોટી આગામી ૯ થી ૧૧ સપ્ટેમ્બ સુધી તાપી જિલ્લા વુમન્સ હોસ્ટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કંપાઉંડ ખાતે યોજાશે.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઇટના આધારે અંડર-૧૫ વયજુથના ખેલાડી એટલે કે તા.૦૧.૦૧.૨૦૦૯ પછી જન્મેલા ભાઇ તથા બહેનો માટે પસંદગી પ્રકિયાનું આયોજન કરવામાં આવેલ છે.
હાઇટ હંટના માપદંડ મુજબ (૧) ૧૨ વર્ષની ઉંમરના ભાઇઓની ઉંચાઇ ૧૬૬+ અને બહેનોની ૧૬૧+ (૨) ૧૩ વર્ષના ભાઇઓની ઉંચાઇ ૧૭૧+ જ્યારે બહેનોની ૧૬૪+ (૩) ૧૪ વર્ષના ભાઇઓની ઉંચાઇ ૧૭૭+ અને બહેનો માટે ૧૬૯+ (૪) ૧૫ વર્ષના ભાઇઓની ઉંચાઇ ૧૮૨+ અને બહેનોની ઉંચાઈ ૧૭૧+ ઉંમર પ્રમાણે હોવી જોઈએ.
પસંદગી પ્રકિયામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવાઓએ જન્મનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મુળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા.૦૯/૦૯/૦૨૦૨૪ થી ૧૧/૦૯/૨૦૨૪ વચ્ચે કોઇ પણ દિવસે સવારે ૯:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં વુમન્સ હોસ્ટેલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કંપાઉંડ ખાતે ઉપસ્થિત રહેવા અને યોજના વિશે વધુ જાણકારી માટે કન્વીનર મનિષાબેન જેસિંગભાઇ વસાવા મોં નં ૮૭૫૮૦૪૯૩૨૯ પર સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000