ડાંગ જિલ્લાના સખી મંડળોની બહેનો માટે કૃષિ પેદાશોના વેચાણ અંગેની વ્યુહરચના વિષય ઉપર ૩ દિવસીય તાલિમ યોજાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા : ૩૦: નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ.પી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. હેમંત શર્મા, અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.એલ.વી.ઘેટીયાના માર્ગદર્શન હેઠળ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ તેમજ વિસ્તરણ શિક્ષણ ઈન્સ્ટીટ્યુટ, આણંદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૭ થી ૨૯ ઓગસ્ટ ૨૦૨૪ (દિન-૩) સુધી “આદિવાસી વિસ્તારના સખી મંડળની બહેનો માટે કૃષિ પેદાશોના વેચાણ અંગેની વ્યુહરચના” વિષય ઉપર ૩ દિવસીય તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલિમમાં સખી મંડળ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓને મૂલ્યવર્ધિત કરીને, ઓફલાઈન તેમજ ઓનલાઈનના માધ્યમથી વેચાણ વ્યવસ્થાની સમજણ આપવામાં આવી હતી. તેમજ વેચાણને લગતી જુદી-જુદી પધ્ધતિઓ વિશે બહેનોને જુદા-જુદા માધ્યમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ તાલિમમાં સખી મંડળના બહેનોની આવક ડબલ કરવાના ઉપાયો, પ્રાકૃતિક ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી વેચાણ વ્યવસ્થા, સામુહિક ધોરણે વેચાણ વ્યવસ્થા, SWOT analysis વિગેરે ઉપર ઓડિયો-વિઝ્યુઅલના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ બહેનોને વેચાણ કેન્દ્રો અને મ્યુઝીયમની એક્ષ્પોઝર વિઝીટ દ્વારા વેચાણની વિવિધ પધ્ધતિઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ તાલિમમાં ડાંગ જિલ્લાની ૧૫ થી વધુ સખી મંડળની બહેનોએ સક્રિય રીતે ભાગ લઈને તાલિમના અંતે પોતાના પ્રતિભાવો રજુ કર્યાં હતા.

આ તાલિમને સફળ બનાવવામા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.જે.બી.ડોબરીયા અને ડો. પ્રતિક જાવિયાએ મહત્વની ભુમીકા અદા કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *