ઉચ્છલનાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા અ.પો.કો રાહુલભાઇ દિગંબરભાઇને મળેલ બાતમી આધારે સાકરદા બ્રિજ નીચેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુુુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- કોમલસિંગ દર્યાવસિંગ રાજપુત ઉ.વ.૩૧, હાલ રહે.ગ્રીનપાર્ક સોસાયટી પ્લોટ નં.૦૧ હલધરુ રોડ, તા.કોડદરા જી.સુરત, મુળ રહે.કરવંદ નાકા,હુડકો નવળ .૨૦,ભીમા બિલ્ડીંગ, શિરપુર, તા.શિરપુર જી.ધુલિયા (મહા)ને તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, પેરોલ/ફર્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.