આર.બી.આઇ.ની સુચના હોવા છતાં પશુપાલકોનાં લોનનાં હપ્તા કપાઈ જતાં આદિવાસી ખેડુત સમાજની સુમુલને રજુઆત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :આદિવાસી ખેડુત સમાજનાં અધ્યક્ષ પ્રિતેશ ચૌધરીએ સુમુલને નીચે મુજબ રજૂઆત કરી છે.
વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલ છે અને આપણાં દેશમાં પણ અસર થયેલ છે જેના લીધે ભારત સરકાર દ્રારા માર્ચ મહિના ની 21 તારીખ થી લોકડાઉન લાગુ કરી 144 ની કલમની અમલવારી કરવામાં આવી રહી છે . હાલની સ્થિતી જોતાં આદિવાસી વિસ્તારના તાલુકાઓ સોનગઢ , માંડવી , વ્યારા , મહુવા , ડોલવણ , વાલોડ , બારડોલી , નિઝર , ઉચ્છલ , ઉમરપાડા જેવા તાલુકામાં મુખ્યત્વે આદિવાસી સભાસદોથી સહકારી દૂધ મંડળીઓ ચાલે છે . આ સમયે આ સભાસદોને અનેક સમસ્યાઓ ઊભી થયેલ છે . જેથી ઝડપથી આદિવાસી સભાસદોની સમસ્યાઓનો મૂલ્યાંકનમાં લઈ નિરાકરણ લાવું જરૂરી બનેલ છે . કોવીડ – 19 કોરોના વાઇરસ મહામારી થવાથી સંપૂર્ણ દેશમાં લોકડાઉન કરવામાં આવેલ હોવાથી પશુપાલકો – ખેડૂતો સમય સર ધાસચારો નું વાવેતર કરી શકેલ નથી કે ધાસ ચારાનો સ્ટોક કરી શકેલ છે . સમયસર ચોમાસા માટે ધાસચારોનું ખરીધી કરી સ્ટોક કરવા મુશ્કેલી વેઠી રહેલ છે . વધુમાં હાલ ગરમીના દિવસો ચાલી રહેલ છે જેથી પશુપાલકોના દૂધ ઉત્પાદન પણ અસર થાય છે . અને તેઓની આવક પણ ઓછી થાય છે . આ પરિસ્થિતીને જોતાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા ખેડૂતો , પશુપાલકો પાસેથી 3 મહિના સુધી કોઈપણ જાતની લોનની ભરપાઈ ન લેવા ભારત સરકારના આર . બી . આઈ દ્વારા તમામ બેંકોને સૂચનો કરી રાહત આપી આર્થિક સ્થિતીમાં મજૂબૂતી કરવાના પ્રયાસ કરી મોટી રાહત નું કામ કરે છે . તે બદલ અમો આભારી છે . પરંતુ આપના સંધ દ્વારા આની અમલવારી ન કરી સભાસદો ના હપ્તા કાપવામાં આવેલ છે જે ખરેખર દુખદાયક છે પશુપાલકો માટે સુમુલ સંધ રાહત આપી શકે તેટલું રીઝર્વ ફંડ હોવા છતા આદીવાસી પશુપાલકોના હિતમાં નિર્ણય લીધેલ નથી . આ સભાસદો થકી સુમુલ સંધનો વિકાસ થયેલ છે હાલ જ્યારે સભાસદને રાહતની જરૂર ઊભી થઇ છે ત્યારે સભાસદોના હિતમાં ઝડપી નિરાકરણ લાવી અમલવારી કરી રાહત આપવામાં આવે . હાલમાં થોડા સમયમાં જ ચોમાસુ આવી જશે આ સમય દરમિયાન પશુ માટે ધાસચારો સ્ટોક કરવાનો હોય છે . હાલ ગરમીના દિવસો ચાલી રહેલ છે અને પશુપાલકો ના દૂધની આવકમાં પણ ધડાડો થતો હોય છે અને હપ્તા પણ કાપવામાં આવી રહ્યા છે એટલે કાય પણ આવક બચતી નથી જેથી વેચાતો ધાસચારો ખરીદી શકતો નથી જે મોટી સમસ્યા ઉદભવી છે . હાલમાં કોરોના વાઇરસના પગલે બીજા કોઈ પણ પ્રકારના રોજગાર પણ ચાલતા નથી , જેથી હાલ દૂધ આવક સિવાઈ બીજી કોઈ આવક ધર ચલાવવા માટે પશુપાલક પાસે નથી , આદિવાસી પશુપાલક સભાસદો પાસે બચત રહેલ ન હોય જેથી હાલ તેઓ ચોમાસા માટે ધાસ ખરીદી ના શકશે તેવી ભીતી ઊભી થયેલ છે અને ધાસચારો સ્ટોક કરી શકાય તે શકય નથી . પશુપાલક સભાસદોની બચત તથા ભાવ તફાવત ફેટના નાણાં મળશે પરંતુ એ રકમ પણ જૂન મહિનામાં મળે છે . આ મહિના સમય દરમિયાન કોઈ પણ જગ્યાએ ચારો મળી આવતો નથી , જેથી આદિવાસી પશુપાલક સભાસદો માટે મોટી મુશ્કેલી ઊભી થશે અને આ કારણો ને લીધે ધાસચારાનો સ્ટોક થય શકશે નહીં . જે આપની કક્ષાએથી ઝડપી વિચાર વિમર્શ કરી નિરાકરણ લાવવું પશુપાલકો તથા સુમુલ ના હિતમાં રહેશે . હાલ કરોના વાઇરસ ની મહામારી ચાલી રહેલ છે તો છતા હાલ સ્ટોક કરવા માટે હાલ થોડો ઘણો સમય છે જેથી સ્ટોક કરવા ચારો મળી રહે છે અને લોક ડાઉનમાં થોડી રાહત પણ આપવામાં આવેલ છે અને તાપી જિલ્લામાં હાલ કોઈ રેડ ઝોન આવેલ નથી નહિવત કેસ આવેલ છે જેથી ચારો મળી રહે છે . આદિવાસી પશુપાલક સભાસદોઍ લીધેલ લોનના હપ્તા કાપવામાં ન આવે તો હપ્તાની રકમ માંથી ધાસચારા ખરીદી કરી સ્ટોક કરવાના કામે ઉપયોગી બની શકશે . હાલમાં કારોના વાઇરસની તાપી જીલ્લામાં એન્ટ્રી થયેલ છે અને લોકડાઉનમાં છૂટછાટ પણ છે અને ધાસચારો ખરીદી શકાય અને ન કરે નારાયણ આ વાયરસ વિકરાળ રૂપ ધારણ કરે અને ફરી લોક ડાઉન લાબુ લઈ જવામાં આવે લોકડાઉન નું કડક અમલ કરવામાં આવે સ્ટોક ના કરી શકે તો મૂંગા પશુઓનું શું થાય ? તે પણ દયાન પર લેવા જેવી છે . આવી પરિસ્થિતીમાં આગમ ચેતીના પગલાં લેવા જરૂરી બને છે . હાલ પશુપાલકો દૂધ આવક પર નિર્ભર બનેલ છે જયારે અગાઉના વર્ષોમાં પશુપાલકો બીજા ધંધા – રોજગાર માથી પણ આવક મળી રહેતી હતી જેથી તેમની પાસ – ચારા ખરીદી કરી શકે તેટલી મૂડી રહેતી હતી અને જેના કારણે ધારા સ્ટોક માટે કોઈ સમસ્યા આવતી ન હતી પરંતુ આ સમયે કોરોના વાઇરસના પ્રકોપના કારણે અને લોકડાઉનના પગલે આ શકય બન્યું નથી . ઉપરોકત સમસ્યાઓનું નિરાકરણ લાવી પશુપાલકોના હિતમાં તરત નિર્ણય લઈ સકટમાંથી ઉગારી લેવા માટે તરત જ હપ્તા કાપવાનું બંધ કરી રાહત આપવામાં આવે અને સુમુલ દ્વારા રીઝર્વ ફંડમાંથી કેટલીક રકમ ફાળવણી કરી મદદરૂપ થવા આદીવાસી ખેડૂત સમાજ ની માંગણી છે .