કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે વઘઇ મેઇન માર્કેટમાં ઉભા રહેતા શાકભાજીના વેપારીઓને દુધશીત કેન્દ્ર પાસે ખસેડાયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના વાઇરસની મહામારી ને લઇ સમ્રગ દેશ ભર માં લોકડાઉન ચાલી રહયુ છે જેના ભાગ રૂપે સરકારે અમુક આવશ્યક ચીજવસ્તુઓ પર છૂટછાટ આપવામાં આવી છે ત્યારે વઘઇ મેઇન બજાર વિસ્તારમાં મોટા ભાગ ની બેંકો આવેલ છે તદ ઉપરાંત શાકભાજી ની લારી અને પાથરણાવાળા આ પણ વિસ્તારમાં ઉભા રહેતા હોય છે જેના કારણે લોકો ની અવરજવર વધતી જોવા મળી હતી જોકે હાલ ડાંગમાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતાં તંત્ર લોકડાઉનની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોરોના વાઈરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચુસ્તપણે અમલવારી કરાવી રહ્યું છે જે તકેદારી ના ભાગ રૂપે શાકભાજી ની લારી અને પાથરણા વાળા વચ્ચે સોસિયલ ડીસ્ટન જળવાય તેની માટે શનિવાર થી શાકભાજી માર્કેટ ને દુધશીત કેન્દ્ર પાસે ખસેડી દેવા માં આવ્યુ હતુ જેના કારણે વઘઇ ના મુખ્ય બજાર માં લોકો ની ભીડ નો ધટાડા ની સાથે મુખ્ય માર્ગ ખુલ્લા જોવા મળ્યા હતા અને હાલ ડેરી પાસે શાકભાજી માર્કટ ખસેડવામાં આવતા નાના મોટા શાકભાજીના વેપારીઓએ પોતાની લારી તેમજ પાથરણા વચ્ચે સોશિયલ ડીસ્ટન ની લક્ષરેખા નુ પણ ખાસ ધ્યાન રાખી વેપારીઓએ જાગૃતા દાખવી હતી અને શાકભાજી ખરીદી કરવા આવતા લોકો ને પણ માસ્ક અને સોશિયલ ડીસ્ટન નુ ચુસ્ત પણે પાલન કરવા વેપારી ઓએ અપીલ કરી હતી