સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કોલેજમાં પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ તા.12/08/2024, સોમવાર નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કોલેજમાં પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો. કોલેજના પ્રથમવર્ષ, દ્વિતિયવર્ષ, તૃતિયવર્ષ અને ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વર્ગખંડમાં પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સીપાલ ડો.(શ્રીમતી) જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડો. ધ્રુણી ગવળી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.