માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરલો ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ તથા પો.કો. સુનિલભાઈ ખુશાલભાઈને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના સીંગી પુલ ફળીયા ખાતેથી સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબિશનનાં ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- અનિલભાઈ વિનોદભાઈ ઢોડીયા ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે. વ્યારા સીંગી પુલ ફળીયા તા.વ્યારા જી.તાપીને તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા પેરલો ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. પ્રકાશભાઈ રામાભાઈ, અ.પો.કો.રોનકકુમાર સ્ટીવનસનભાઇ, અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંહ તથા પો.કો. સુનિલભાઈ ખુશાલભાઈ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કો. ધનંજયભાઈ ઈશ્વરભાઈએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *