આગામી ૨-જી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય-શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા સહિત માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ

Contact News Publisher

ધાર્મિક તહેવારો નિમિત્તે અધિક જિલ્લા મેજિસ્ટ્રેત તાપી દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્દ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ શ્રાવણ માસમાં સોમવારના પવિત્ર દિવસો અને આગામી સમયમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો આવતા હોય તેમજ જૈન ધર્મનો પણ પવિત્ર માસ હોઇ. તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૦૨/૦૯/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી આર.આર. બોરડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ અધિકારની રૂએ પ્રતિબંધ ફરમાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ શ્રાવણ માસમાં તા.૦૫/૦૮/૨૦૨૪, તા.૧૨/૦૮/૨૦૨૪, તા.૧૯/૦૮/૨૦૨૪, તા.૨૬/૦૮/૨૦૨૪, તા.૦૨/૦૯/૨૦૨૪ના રોજ પવિત્ર “શ્રાવણના સોમવાર” નિમિત્તે તથા તા.૨૬/૦૯/૨૦૨૪ના રોજ પવિત્ર “જન્માષ્ટમી”ના તહેવાર નિમિત્તે તાપી જિલ્લામાં આવેલ કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, ઇડાં, મચ્છીના વેચાણ તથા સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામાની અમલવારીની તારીખ અને સમય તારીખ ૦૫/૦૮/૨૦૨૪, ૧૨/૦૮/૨૦૨૪, ૧૯/૦૮/૨૦૨૪, ૨૬/૦૮/૨૦૨૪, ૦૨/૦૯/૨૦૨૪, ૨૬/૦૯/૨૦૨૪ના રોજ સમય 00:00 કલાકથી ૨૪:૦૦ કલાક સુધી કરવાનો રહશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *