ડાંગમાં કોરોના પીડિતાના સીધા સંપર્કમાં આવેલ પ્રથમ તબક્કાના લોકોના રીપોર્ટ નેગેટિવ આવ્યા
ડાંગની કોરોનાગ્રસ્ત પ્રીતિ કુંવરના સંપર્કમાં આવેલા ૫૪ વ્યક્તિઓના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે..
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : તા:૨, કોરોના કહેર વચ્ચે આહવા સિવીલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સુબીર તાલુકાના નાનીઝાડધર ગામ ની યુવતિને કોરો પોઝેટીવ આવતા સાથી આરોગ્ય કર્મી ઓમાં ફફડાટ મચી જવા પામ્યો જેને લઇ કોરોના અસરગ્રસ્ત બનેલી નર્સ પ્રીતિ કુંવર ના સંપર્ક માં આવેલ (૨) ડોક્ટર તેમજ (૫૨) સાથી આરોગ્ય કર્મચારીઓને આહવા સીવીલ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં ની ફરજ પડી હતી ત્યાર બાદ તમામ ક્વોરેન્ટાઇન કરેલા આરોગ્ય કર્મીઓના સેમ્પલ લઇ ને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જે તમામ શંકાસ્પદો ના રીપોર્ટ નેગેટિવ આવતા ડાંગ આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો વળી ડાંગ જીલ્લા માં કોરોના ની એન્ટ્રી બાદ વહીવટી તંત્ર સાબદું બનતા તકેદારી નાભાગરૂપે સરકાર ની કોરોના ગઇડલાઇન મુજબ કોરોના ગ્રસ્ત પ્રીતિ કુંવર ના રહેણાકના (૦૩) કિલોમીટર એરીયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જેમાં પરવાનગી સિવાય કોઈ વયક્તિ પ્રવેશ કરી શકશે નહી. તેમજ (૦૭) કિલો મીટર એરિયામાં આવેલ (૧૧) જેટલા ગામો ને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં બિન જરૂરી અવરજવર બંધ કરવા લોકો ને સુચના પણ આપવામાં આવી છે.જયારે અસર ગ્રસ્ત વિસ્તાર માં પોલીસ દ્વારા પ્રવેશબંધી કરી એક્ઝીટ પોઇન્ટ સીલ કરી સમગ્ર એરીયાને કોર્ડન કરવામાં આવ્યું છે.વળી કોરોના વાઇરસ ના સંક્રમણ થી સુરક્ષિત રહેવા માટે સુબીર પોલીસે તાલુકા વાસીઓને ઘરમાં રહેવા અપીલ કરી હતી જો કે તંત્ર દ્વારા સુબીર તાલુકા ના આજુબાજુના તમામ ગામો માં આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ડોટ ટુ ડોર સર્વે હાથ ધરી સાવચેતી ના પગલા ભરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત નાની ઝાડદર સહિત આજુબાજુના ગામો ને સેનીટાઇઝર કરવામાં આવ્યા હતા