સેવન ડે એડવાંટિસ્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં 3જા ધોરણમાં અભ્યાસ કરતી વ્યારાની ત્રિશા સાળવેએ મલેશિયા ખાતે ટેક્વાંડો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
પિતા મીરકોટ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા નગરમાં રહેતા અક્ષય સુરેશભાઇ સાળવે કે જેઓ ઉચ્છલ તાલુકાનાં મીરકોટ ગામની પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક છે, જેઓની દીકરી સેવન ડે એડવાંટિસ્ટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં 3જા ધોરણમાં અભ્યાસ કરતી માત્ર 8 વર્ષની ત્રિશા અક્ષય સાળવેએ મલેશિયા દેશમાં તારીખ 3જી ઑગષ્ટ થી 5મી ઑગષ્ટ સુધી ચાલનારી આંતરરાષ્ટ્રીય ટેક્વાંડો પ્રતિસ્પર્ધામાં 12 વર્ષની નીચેના સ્પર્ધક તરીકે ભાગ લીધો છે, જે પૈકી આજે તારીખ 03જી ઑગષ્ટ, 2024ના રોજ સવારની પ્રથમ જોડી સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને તરત જ બપોર પછીની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને તેના માતા-પિતા સહિત સમગ્ર સાળવે પરિવાર જ નહીં, પણ સમગ્ર વ્યારા નગરનું નામ રોશન કર્યું છે. વિદેશની ધરતી પર એક જ દિવસમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવતા તેના કુટુંબીજનોમાં આનંદ-ઉત્સાહ છવાયો છે.