નારી વંદન ઉત્સવ અંતર્ગત મામલતદાર કચેરી ડોલવણ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નારી વંદન સપ્તાહ ઉજવણી-2024
–
વ્યારા મથકે જિલ્લા કક્ષાની “મહિલા સુરક્ષા” રેલી યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન ઉત્સવ – ૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રથમ દિવસે તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે જિલ્લા કક્ષાની મહિલા સુરક્ષા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા સુરક્ષા રેલીને શ્રીમતી નિલમબેન શાહ- નગર પાલિકા ઉપપ્રમુખશ્રી, શ્રીમતી એન.એસ.ચૌધરી- વ્યારા પોલીસ સટેશન પી.એસ.આઇ., શ્રીમતી સુલોચના એસ. પટેલ- મહિલા બાળ અધિકારીશ્રી, અપેક્ષા દેસાઇ- કે.કે.કદમ કન્યા વિદ્યાલય પ્રિન્સિપાલશ્રી ઉપસ્થિત રહી પ્રસ્થાન કરવામાં આવી હતી.મહિલાઓની સુરક્ષાના નારાઓ સાથે રેલીમાં મોટી સંખ્યામાં શાળાની દિકરીઓ જોડાઇ હતી.
આ ઉપરાંત મામલતદાર કચેરી ડોલવણ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ મહિલા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી ભાવનાબેન-ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, શ્રીમતી વાસતીબેન -જિલ્લા પંચાયત સભ્યશ્રી, શ્રીમતી સુલોચના એસ. પટેલ- મહિલા બાળ અધિકારીશ્રી, શ્રીમતી કુમુદબેન, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા કચેરી હસ્તક કાર્યરત યોજનાઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભ્યમ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો વિશે વિસ્તૃત માહીતી પુરી પાડવામાં આવી હતી.
૧૮૧ મહિલા અભયમના કાઉન્સેલર દ્વારા ૧૮૧ વિશે માહીતી પુરી પાડેલ વ્હાલી દિકરીના મંજુરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.આ સાથે ઉપસ્થિત સૌને યોજનાકીય પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સેમિનારમાં ગ્રામ્ય કક્ષાની મહિલાઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000