ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજમાં સાયબર ક્રાઇમ વિષયક તાલીમ યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. ૦૧: ડાંગ જિલ્લાની સરકારી વિજ્ઞાન કોલેજ-આહવા ખાતે તારીખ ૩૦ જુલાઇના રોજ જિલ્લા પોલીસ વિભાગ અને એન.એસ.એસ. યુનિટ દ્વારા સાયબર ક્રાઇમ વિષય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પી.એસ.આઇ. (સાયબર ક્રાઇમ) શ્રી એલ.એમ.ચૌધરીએ ઓનલાઇન ફ્રોડ વિશેની વિવિધ માહિતી આપી હતી. જેમાં વિધાર્થીઓને લગતા સાયબર ક્રાઇમ જેવા કે ઓનલાઇન ગેમીંગ, ઓનલાઇન શોપીગ, સોશિયલ મીડિયાના માધ્યમથી થતા ફ્રોડ તેમજ એનડ્રોઇડ મોબાઇલ અને એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ તે વિશે વિઘ્યાર્થીઓને ઉંડાણપુર્વક માહિતી આપી હતી.
પોલીસ કોનસ્ટેબલ શ્રી લાલાભાઇએ વિધાર્થીઓને નાણાકીય ફ્રોડ થતા ૧૯૩૦ નંબરનો ઉપયોગ કરીને, કઇ રીતે નાણા પરત મેળવી શકાય તે વિશેની જાણકારી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ.જે.જે.ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ.
–