તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપીમાં ૧૫૫૦૦ બાળકોનું સ્ટેમ ક્વીઝ માં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર ખાતેથી ગુજરાત સરકારશ્રીની સૌથી વધુ ૨ કરોડના ઇનામો પ્રત્યેક તાલુકા દીઠ ૧૦ શ્રેષઠ બાળકો જીતવાની તક પ્રાપ્ત કરવાનો અવસર તાપી જિલ્લાના સાત જુદા જુદા તાલુકાની શાળાના ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ઓનલાઇન ભાગ લેશે.
સરકારશ્રી દ્વારા જે તે શાળાએ ૧૦૦ ટકા બાળકોનું સ્ટેમ ક્વીઝ માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે શાળાના અજ્ઞાંકિત ૫૦ બાળકો અને ૨ શિક્ષકોને ગુજરાત સરકારશ્રી ની st depo ની Deluxe બસ માં ફ્રી શૈક્ષણિક પ્રવાસ અમદાવાદ science સિટી જોવા લઈ જશે. તાપી જીલ્લામાંથી ૫૬ શાળોઓ પસંદ થયેલ છે તેઓને આગામી દિવસોમાં મફત પ્રવાસ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી ના આયોજનથી પસંદગીની શાળાને જાણ કરવામાં આવશે તેવું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ભૂમીલ શાહ અને વિજ્ઞાન પ્રચારક ઉદય જોષી, પ્રકાશ ચૌધરી અને રણજીત ગામીત દ્વારા ગુજકોસ્ટ ગાંધીનગરની સુચના પ્રચારથી જણાવેલ છે.