‘એક પેડ માં કે નામ’ અંતર્ગત રાણીઆંબા ખાતે ૭ હજાર લોકોએ સ્વયંભૂ વૃક્ષોનું વાવેતર કર્યું

Contact News Publisher

પ્રકૃતિ સંવર્ધન સમિતિ,સામાજીક વનીકરણ,સુરત અને વિસ્તરણ રેંજ સોનગઢના સંયુક્ત ઉપક્રમે ‘એક પેડ માં કે નામ’ હેઠળ તાપીવાસીઓએ હજારો વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરી દેશના લોકોને ઐતિહાસિક સંદેશો આપ્યો : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૭- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રીઓ ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઈ કોંકણી ની ઉપસ્થિતિમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત હજારો વૃક્ષનું વાવેતર કર્યું હતું.


દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષો વાવવા માટે હાકલ કરી છે. ત્યારે તમામ તાપીવાસીઓને રાજ્ય સરકાર વતી અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશને એક ઐતિહાસિક સંદેશો તાપી જિલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનોએ આપ્યો છે. ગ્લોબલ વોર્મિંગ માં વૃક્ષો વધુ ઉછેરવા પડે એમ છે. ત્યારે અહીંના લોકોએ સાર્થક કર્યું છે. આપણી માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેનું જતન કરવુ જોઈએ.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહયું હતું કે આજનો પ્રસંગ ઐતિહાસિક છે. પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે ૧૪૦ કરોડ વૃક્ષોનું વાવેતર થાય. આજે ૭ હજાર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. જે આપણા સૌના માટે યાદગાર ક્ષણ બની રહેશે.
પ્રકૃતિ સંવર્ધન સમિતિ,સામાજીક વનીકરણ,સુરત અને વિસ્તરણ રેંજ સોનગઢના સંયુક્ત ઉપક્રમે ‘એક પેડ માં કે નામ’ હેઠળ આદિવાસી ભાઈઓ-બહેનોએ વરસતા વરસાદમાં પ્રકૃતિના ખોળે રહીને ડુંગરો ઉપર હજારો વૃક્ષોનું વાવેતર કરીને તાપીને માની મમતાનું સાચુ સરનામુની ઓળખ અપાવી હતી.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, મયંકભાઈ જોશી, વિક્રમભાઈ તરસાડિયા, પ્રકૃતિ સંવર્ધન સમિતિ પ્રમુખ જયરામભાઈ પાંચીયાભાઇ ગામીત, વન વિભાગ સહિત વન મંડળીઓ, સરપંચો અને નાગરિકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *