પડોશી ભાઈની પત્ની પીયર ચાલી જતાં પાડોશી મહિલાની હેરાનગતિ કરતાં 181 મહિલા અભયમ્ ટીમ મદદે પહોંચી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાંથી એક બહેને ૧૮૧ માં ફોન કરીને જણાવેલ કે મારા પાડોશી એક ભાઈ તેમની પત્ની તેમના પિયરમાં જતી રહી હોય જેથી હેરાનગતિ કરે છે. મહિલાએ તેમને સમજાવવા ૧૮૧ તાપી અભયમની મદદ માંગી હતી.
એક મહિલાએ તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે જણાવ્યુ કે તેમના પાડોશમા રહેતા એક ભાઈ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. જેમાં પીડીત બહેનના પાડોશી ભાઈએ એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અને તેમની પત્ની સાથે ચાર મહિનાથી સુરતમાં કંપનીમાં કામ કરે છે. ત્યારે મહિલાના પાડોશી ભાઈ વ્યસન કરે છે. જેથી તેમની પત્ની પિયરમાં જતી રહી હોય તેથી પીડિત મહિલાને તેમનો પાડોશી ભાઈ મારી પત્નીને તમે કોલ કરીને મારા વિશે ખોટી વાતો કરો છો, જેથી મારી પત્ની પિયરમાં જતી રહી છે. એવું કહી પીડિત મહિલાને વ્યસન કરીને ઘરે આવી અપશબ્દ બોલી ગાળા ગાળી કરી મારપીટ કરવાની ધમકી આપી હોવાથી. પીડિત મહિલાએ અભયની મદદ લીધી હતી જેથી મહિલા અભયમની ટીમ સથળ પર પહોંચી બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી સમજાવેલ છે. અને આવી રીતે વ્યસન કરી ઘરે આવી હેરાનગતિ કરવાથી ગુનો બને છે. તેમની સમજણ આપી. અને તેમની પત્નીને ફોન કરી કયા કારણસર તેમના પિયરમાં ગયા છે. તે વાતની ગેરસમજ દૂર કરી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવેલ છે. પાડોશી ભાઈએ તેમની ભુલ સ્વીકારી હવે પછી ફરી આવી ભૂલ ન થાય જેની લેખિતમાં બાંહેધરી આપતા પીડિત મહિલાએ પોલીસ કાર્યવાહી કોઈપણ કરવી ન હોવાથી સ્થળ પર સમાધાન કરાવેલ છે.