વ્યસનની હાલતમાં પતિ દ્વારા મહિલાને હેરાનગતિ કરાતા 181 અભયમ ટીમ મદદે પહોંચી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના એક તાલુકામાંથી પીડિત મહિલાએ 181 અભયમ ટીમને કોલ કરી અને મદદ કરવા અપીલ કરતા ટીમ તરત જ મહિલાએ જણાવેલ સરનામા પર પહોંચી હતી અને વાતચીત કરતા જાણવા મળેલ કે મહિલાએ તેમના પતિ સાથે પ્રેમ લગ્ન કરેલ છે. લગ્નના બે વર્ષ થયેલ છે. તેમનું એક બાળક છે. લગ્નના થોડા સમય બાદ પતિ ખૂબ જ વ્યસન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને ઘરમાં કે અન્ય ખર્ચ માટે મહિલાને કોઈપણ આર્થિક મદદ કરતા નથી, જેથી મહિલાનના પતિ હિરા ઘસવાનું કામ કરવા માટે જાય છે. પરંતુ ઘર ખર્ચ કંઈ પણ આપતા નથી. અને કામ કરે છે જે પૈસાનું વ્યસન કરી જાય છે. ઘરે આવીને મારઝૂડ કરે છે. અપ શબ્દ બોલી ગાળાગાળી કરી મારપીટ કરવાની ઘમકીઓ આપે છે. આમ અનેક વાર મહિલાને હેરાનગતિ થતી હોવા છતાં પણ મહિલા સાસરી પક્ષમાં રહે છે. જેમાં આજરોજ તેમનો પતિ વ્યસનની હાલતમા હોવાથી મહિલાએ કેમ વ્યસન કરી દરરોજ હેરાનગતિ કરો છો એમ કહેતા તેમના પતિએ મારપીટ કરેલ. જેથી મહિલાએ 181 ટીમની મદદ માગી હોવાથી ટીમ ઘટના સ્થળ પર પહોંચી બંને પક્ષની વાતચીત સાંભળી કાયદાકીય સલાહ સૂચન આપી સમજાવેલ અને વ્યસન કરવું એ ગુનો છે અને વ્યસન કરવાથી પોતાના લગ્નજીવન અને પોતાના શરીરમાં પણ ખૂબ જ ગંભીર અસરો થાય છે અને મોટી બીમારીઓ થવાની પણ સંભાવના રહે છે અને પોતાના બાળકોના અભ્યાસ અને ભવિષ્ય ઉપર પણ ખરાબ અસર થાય છે માટે વ્યસન ન કરી અને યોગ્ય નોકરી ધંધો કરી પોતાનું અને પોતાના પરિવારનુ યોગ્ય ધ્યાન રાખી અને સારી રીતે રહેવા માટે સલાહ આપતા મહીલાના પતિને પોતાનાથી થયેલ ભૂલનો અહેસાસ થતાં મહિલાની માફી માંગી અને હવે પછીથી હેરાનગતિ ન કરવા અને સારી રીતે રહેવા જણાવતા મહિલા પણ પતિને એક મોકો આપવા જણાવતા કાયદાકીય માહિતી આપી હાલમાં બંને પક્ષની મરજીથી સમાધાન કરવામાં આવતા મહિલાએ 181 ટીમ તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.