વ્યારા ખાતે બેંક ઓફ બરોડા નો 117 મો સ્થાપના દિવસની ઉજવણી
સ્થાપના દિવસ નિમિતે બેંક ઓફ બરોડા દ્વારા વ્યારા શાખા થી એક બાઈક રેલી યોજાઈ
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ 3 એ બેંક ઓફ બરોડા ની સ્થાપના 20.07.1908ના રોજ કરેલ હતી.આજે બેંક ભારત ની બીજા નંબર ની પબલિક સેકટર બેંક માં ગણના થાય છ અને બેંક સતત 116 વર્ષ થી 153 લાખ કસ્ટમર ને 8266 થી વધુ શાખા ઓ અને 10000 થી વધુ ATM s સાથે 24 લાખ કરોડ ના બિઝનેસ સાથે 16 દેશો માં કારોબાર ધરાવે છે. – રીજનલ મેનેજર શ્રી આદર્શ કુમાર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦- વ્યારા ખાતે આજરોજ બેંક ઓફ બરોડા નો 117 મા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસ નિમિતે બેંક ઓફ બરોડા દ્વારા વ્યારા શાખા થી એક બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર ડો.વિપિન ગર્ગ એ આરસેટી વ્યારા ખાતે ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કરેલ હતું અને બેંક ને સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે બેંક ભારત માં 80 થી પણ વધુ RSETI દ્વારા CSR activities દ્વારા વિવિધ સેલ્ફ employment ની તાલીમો આપી ને સ્વરોજગારી તરફ દેશ ના યુવાધન ને નવી દિશા આપી રહી છે.અને Rseti ટીમ ને વધુ ને વધુ તાલીમો દ્વારા લોકો પગભર થાય તે માટે અપીલ કરી હતી. અને આરસેટીને ને AA ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન શાહ એ જણાવ્યું હતું કે બેન્ક ઓફ બરોડા ને વર્ષ 2022-23 માં નેશનલ એવોર્ડ ફોર SHG finance પ્રાપ્ત થયેલ છે. તેમજ FY 2022-23 માં HUDCO દ્વારા PMAY માં બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે જે બદલ બેંક ને વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગરૂપે બેંક દ્વારા 117 વૃક્ષો નું પ્લાંટેશન તાપી જિલ્લાની વિવિધ શાખાઓ દ્વારા કરવામાં આવેલ જેમાં આ પ્રસંગે બેંક ના રીજનલ મેનેજર શ્રી આદર્શ કુમાર,
લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા ,તથા વ્યારા શાખા ના મેનેજર શ્રી સુબોધ જી તથા આરસેટી ડાયરેક્ટર કિરણ સત્પૂટે અને બેંક ની વિવિધ શાખા ના મોટી સંખ્યા માં સ્ટાફ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦