વ્યારાના એક ગામમાં સાસુ દ્વારા ડાકણ કહી હેરાન કરાતા ૧૮૧ તાપી અભયમની ટીમ મદદે આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માટે એક પીડિત મહિલાએ જણાવ્યુ કે તેમના સાસુ ડાકણ કહી છેલ્લા ઘણા સમયથી હેરાન ગતિ કરે છે. રોજ બોલબોલ કરે છે અને ગાળા ગાળી કરે છે તેમજ તેમના પતિ અને જમાઈ બધાને ખાય ગયા, મારી ગાયને ખાય ગયા એમ કહી ઝગડા કરે છે. છતાં પીડિતા તેમની સાથે કોઈ ઝગડો નથી કરતા પરંતુ ગત રોજ તેમના સાસુએ તેમને માર્યા અને ઝગડો કર્યો તેમજ ઘરે તેમના મમ્મી પાપા કામ કરવા આવ્યા હતા તેમની સાથે ઝગડો કર્યો અને મારવા માટે આવ્યા, અપશબ્દો બોલી ઝગડો કર્યો. પીડિત બહેનને તું ડાકણ તુ બાધા કરાવીને મને હેરાનગતિ કરેલ છે ગાયને ચારો નાખી બીમાર કરી નાંખે છે તેમ કહી ઝગડો કરવા આવે છે. તેથી તેમને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હતી. આમ ૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષો નું અસરકારક કાઉન્સેલિંગ કરવામા આવ્યુ હતું. પીડિતાના સાસુ ને સમજાવેલ કે ડાકણ એવું કઈ હોતું નથી માણસ કોઈને ખાતું નથી એ અંધશ્રદ્ધા છે. બાધા લેવાથી કઈ થતું નથી આ બધા મનના વહેમ છે. એમ તેમણે સમજ આપી કાઉન્સેલિંગ કરી સમજાવેલ અને મનુષ્યનું મૃત્યુ કોઈ વ્યક્તિના હાથમા નથી. જેથી આવી રીતે અંધશ્રદ્ધાથી કોઈની સાથે ઝગડા નહિ કરવું અને પરિવાર સાથે હળીમળીને રહેવું અને વહુ સાથે ઝગડો નહિ કરવા સમજાવેલ.
પીડિતાના સાસુ હવે સારી રીતે રહેશે અને ઝગડા નહિ કરે જેની બહેંધરી આપતા સ્થળ પર સમાધાન કરેલ છે.