તાપી જિલ્લામા “વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન”ની થીમ સાથે ઉજવશે વિશ્વ વસ્તી દિવસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10 તાપી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી તાપી જિલ્લામાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તાપી જિલ્લાના દરેક વિસ્તારમાં જનજગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.સમગ્ર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન આરોગ્ય કેન્દ્રમાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે.જેમાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ચારા તબક્કામાં કાર્યક્રમો યોજવામાં આવશે.

વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ ની થીમ ‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન ‘ રાખવામાં આવ્યું છે. આ સ્લોગન હેઠળ આ વર્ષે ચાર તબકકામાં આ ઉજવણી કરવામાં આવશે. તેમજ કુટૂંબ નિયોજન માટે દંપતિઓ સાથે સંવાદ કરવામાં આવશે. આ સંવાદમાં વધતી જતી વસતીથી ઉભા તથા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા તથા બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું તે અંગે માર્ગદર્શન પુરુ પાડવામા આવશે.

તેમજ બે બાળક વચ્ચે જરૂરી સમયગાળો, કુટુંબ નિયોજનમાં પુરૂષોની ભાગીદારી, કાયમી પધ્ધતિમાં નસબંધીની સેવાઓ વગેરે બાબતોની જાણકારી આપવામાં આવશે. ઉપરાંત બાળ તથા માતના મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે.એમ જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *