વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઈનરવિલ કલ્બ વ્યારાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ ડોકટર્સ અને ચાર્ટડ એકાઉન્ટન્ટશ્રીઓના સન્માનનો કાર્યક્રમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઈનરવિલ કલ્બ વ્યારાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ તેમજ ડોકટર્સ અને ચાર્ટડ એકાઉન્ટન્ટશ્રીઓના સન્માનનો કાર્યક્રમ તા.01/07/2024 ને સોમવારના રોજ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે ઈનરવ્હીલ કલબ વ્યારાના પ્રમુખ શ્રીમતિ મીનાક્ષીબેન એસ. શાહ મંત્રીશ્રી ફાલ્ગુનીબેન રાણા તથા ઈનરવ્હીલ કલબ ના હોદ્દેદારશ્રીઓ મંચસ્થ થયા હતા. શાળાના પ્રાર્થનાવૃંદ દ્વારા સરસ્વતી માતાની ઉપાસના કરવામાં આવી ત્યારબાદ મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસે ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શાબ્દિક આવકાર આપી ભારતીય સંસ્કૃતિમાં જે છોડને મહત્વનું સ્થાન આપવામાં આવેલ છે. તે તુલસીના છોડ અર્પણ કરી સૌ મહેમાનોને ઉષ્માભર્યો આવકાર આપવામા આવ્યો. આ પ્રસંગે ઈનરવ્હીલ કલબ વ્યારાના પ્રમુખ શ્રીમતિ મીનાક્ષીબેન શાહ દ્વારા મંચસ્થ મહેમાનશ્રીઓનો પરિચય આપવામાં આવ્યો. આજે ડોકટર્સ ડે તથા ચાર્ટડ ડે હોવાથી વ્યારાના આગળ પડતા ડોકટરો તથા ચાર્ટડ અકાઉન્ટન્ટશ્રીઓનું સન્માન કરવાના હેતુસર આ કાર્યક્રમમાં પ્રાપ્ત કર્યા હોવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો. અને કાર્યક્રમ માટે સહકાર આપવા માટે શાળા પરિવારનો પણ આભાર વ્યક્ત કરી ડોકટર્સ તેમજ ચાર્ટડ અકાઉન્ટન્ટશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા.
આ કાર્યક્રમમાં ડૉ. કેયુરભાઈ જે. મૈસુરિયા ડૉ. ગૌરવભાઈ પરમાર, ડૉ. પ્રિન્સી શાહ, ડૉ.દ્ર્ષ્ટી સોલંકી, ડૉ.દ્ર્ષ્ટી શેઠ તે ઉપરાંત વ્યારામાં C.A તરીકે સેવા આપતા માન.શ્રી વિજયભાઈ સિંધી, શ્રી અમીતભાઈ શાહ, શ્રી બલભદ્ર્ભાઈ ચૌધરીને ને શાળામાં સન્માન્તિ કરવામાં આવ્યા અને શાળાના ટ્રસ્ટી માનનીયશ્રી ચિરાગભાઈ કોઠારી ખાસ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃધ્ધિ કરી.
કાર્યક્રમના અંતે શાળાના કેમ્પસમાં ઈનરવ્હીલ કલબ ઓફ વ્યારા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમા સીતાફળ,બદામ, કમરક જેવા ફળાઉ વૃક્ષો રોપવામાં આવ્યા. શાળા પરિવાર વૃક્ષોનું જતન કરવાની બાંહેધરી પણ આપવામાં આવી આમ, એક જ દિવસે ત્રિવેણી સંગમ જેવા સરસ કાર્યક્રમને ઓપ આપવામાં આવ્યો.