અહીં ક્યાં કોઈનો દોષ છે ? વરસાદ છે, સૌ મદહોશ છે ! – પથિક

તસવીર : વિજય પટેલ (ઓલપાડ)
Contact News Publisher
ઉનાળાની આકરી અગ્નિપરીક્ષાથી વ્યાકુળ જીવસૃષ્ટિને ઉગારવા કુદરતે મેઘરાજાનો રાજ્યાભિષેક કરી દીધો છે. સમગ્ર ભારતવર્ષમાં મેઘરાજાની સવારી વાજતેગાજતે આવી પહોંચી છે. જગતનાં તાત એવાં ખેડૂતો નવી આશા અને નવા જોમ સાથે પોતાનાં ખેતીકામમાં જોતરાઈ ગયા છે. બીજીતરફ મેઘરાજા તેનાં આગમન સાથે જ આબાલવૃધ્ધમાં અનેરા ઉત્સાહ અને સ્ફૂર્તિનો સંચાર કરી દે છે ત્યારે આહલાદ્ક વાતાવરણમાં વરસાદી મહેફિલને મન ભરીને માણતાં ઓલપાડ ટાઉનનાં અસ્નાબાદ વિસ્તારનાં નવયુવાનો કેમેરામાં કેદ થયા હતાં તે પ્રસંગની તસવીર.
તસવીર : વિજય પટેલ (ઓલપાડ)