ઘી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા સોસાયટીનાં સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ઈમરાનખાન પઠાણ, પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી, મંત્રી રાજેન્દ્રસિંહ વાસદિયા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ગભાણીયા, વિનોદભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી, ઇલ્યાસભાઈ, હિતેશ ઝાંઝમેરા, ઐયુબખાન, કારોબારી સભ્યો સહિત નિવૃત્ત સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર સાધારણ સભામાં એજન્ડા મુજબનાં કામો રાજેન્દ્રસિંહ વાસદીયાએ રજૂ કર્યા હતાં. હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીનાં કરજ ધિરાણ બાબતે વાત કરી હતી. ઇમરાનખાન પઠાણે સોસાયટીમાં સો ટકા સભ્યો જોડાય તે બાબતે જણાવ્યું હતું. આ તકે તાજેતરમાં નિવૃત્ત થયેલ શિક્ષક ભાઈ-બહેનોને શાલ ઓઢાડી ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સભાસદોનાં ધોરણ 10 અને 12 માં એક થી ત્રણ નંબરે પાસ થયેલ સંતાનોને પ્રોત્સાહક ઈનામ વિતરીત કરરાયા હતાં. અંતમાં નિવૃત્ત થનાર સભાસદોએ સોસાયટીની આર્થિક સહાય બાબતે પોતાનાં હકારાત્મક અનુભવો રજૂ કર્યા હતાં. આભારવિધિ ઉપેન્દ્રસિંહ ગભાણીયાએ આટોપી હતી.