ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ- ૨૦૦૫ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. ૩૦: ગત તારીખ ૨૫મી જૂનનાં રોજ ડાંગ જિલ્લાના હનવતચોંડ ગામે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ વિભાગના કર્મચારીઓએ મહિલાઓને કાયદાકીય માહિતી આપી હતી. જેમાં પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧-મહિલા હેલ્પલાઈન તેમજ સરકારની મહિલા લક્ષી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી.
દરમિયાન દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી કે.એ.ગિરાસે દ્વારા, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માહિતી સુરક્ષા અંગેનો હુકમ, રહેઠાણ અંગેનો હુકમ, નાણાંકીય રાહત અને ભરણ પોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ વિશે કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહિલા અને બાળ સમિતીના અધ્યક્ષા, તેમજ દુધ મંડળીના પ્રમુખ શ્રીમતી હંસાબેન વી.પટેલ, તાલુકા સદસ્યા શ્રીમતી વનિતાબેન ભુપેન્દ્રભાઇ સહિત ગામની મહિલાઓ હાજર રહી હતી.
–