જીવામૃત-બીજામૃત બનાવવાની પદ્ધતિથી તાલીમબદ્ધ થતી અલગટ ગામની બહેનો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૨૮ તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળી રહ્યું છે. ખેડૂતો ગાય આધારિત ખેતીને મહત્વ આપી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક કૃષિને વેગવાન બનાવવા મહિલાઓની ભાગીદારી પણ વધે તેવા આશય સાથે વાલોડ તાલુકાના અલગટ ગામની ૨૫ જેટલી બહેનો આત્મા પ્રોજેક્ટના ટ્રેનરોના માધ્યમથી તાલીમબદ્ધ થયા હતા.
અલગટ ગામની બહેનો તાલીમમાં રસપૂર્વક જીવામૃત અને બીજામૃત બનાવવાની રીત વિશે માહિતગાર થયા હતા.જ્યાં વાલોડના ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મેર માસ્ટર ટ્રેનરોએ વાવણી પહેલા તેનો યોગ્ય અને અસરકારક ઉપયોગ અંગે બહેનોને માહિતગાર કર્યા હતા.
નોંધનીય છે કે, ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી જમીનની સાથે માનવ સ્વાસ્થ્યને થનારી ગંભીર સમસ્યાને સમજીને પ્રાકૃતિક ખેતીમાં રસ દાખવી રહ્યા છે.
૦૦૦