“ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ” બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા : ૨૮: ડાંગ જિલ્લામાં તા.૧૨ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમિયાન ભારત સરકારના ‘નશામુકત ભારત’ની ઉજવણી અંતર્ગત, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલનાં માર્ગદર્શન મુજબ, SOG ના પી.એસ.આઈ. શ્રી એમ.એસ. રાજપુત તેમજ શાખાના કર્મચારીઓ, અને નશાબંધી સંયોજક શ્રી રાકેશ પવાર દ્વારા, માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરીથી થતી આડઅસરો બાબતે જાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની સ્કુલ, કોલેજોમાં કાર્યક્રમો, ડ્રગ્સ વિરોધી રેલીઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમીનાર પ્રદર્શન યોજવા ડ્રાઇવ યોજવામાં આવી હતી.
જેના અનુસંધાને તા.૨૬/૬/૨૦૨૪ના રોજ આહવાના ગાંધી ઉદ્યાનથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુધી જનજાગૃતિ રેલી યોજી “ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ” બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આવતા જતા લોકોમાં જાગૃતિ આવે તે માટે બેનરો તેમજ પેમ્પલેટ મારફતે પ્રચાર કરાયો હતો.
આ કાર્યક્રમમાં માદક ડ્રગ્સ મુક્ત સમાજ, જિલ્લો, રાજય અને રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે માદક પદાર્થ ડ્રગ્સનું તેમજ અન્ય નશાકારક પદાર્થનું સેવન નહી કરીએ તે અંગેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
–