વ્યારામાં યંગ મુસ્લિમ સમાજ, મગદૂમનગર દ્વારા સૌ પ્રથમ વખત યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૬૫ બોટલ રક્ત એકઠું કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરના વોર્ડ નંબર એકમાં આવેલ મગદુમનગર ખાતેનાં યંગ મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મગદુમ નગરમા આવેલ મદ્રેસા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં યુવા વર્ગ તથા સમાજના અગ્રણીઓએ ઉત્સાહભેર રક્તદાનમા ભાગ લીધો હતો. રક્તદાન એ મહાદાન છે જેવી માહિતી પૂરી પાડી આગેવાનોએ દાતાઓના ઉત્સાહમા વધારો કર્યો હતો. રકતદાન કેમ્પ ખાતે ઉપસ્થિત ડોક્ટરો દ્વારા રક્તદાન વિશે વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કર્યા હતા.

વ્યારા મગદુમ નગર મદ્રેસા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ ૬૫ લોકોએ રક્તદાન કર્યું હતું. વ્યારા વોર્ડ નંબર એકમાં મુસ્લિમ સમાજ દ્વારા સૌપ્રથમ વખત યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મુસ્લિમ યુવાનો દ્વારા પોતાનું રક્ત આપી અમૂલ્ય માનવ જીવન બચાવવાની અલખ જગાવી હતી.

માણસને ગંભીર પ્રકારની બીમારી તેમજ અકસ્માત જેવા ઇમરજન્સીના બનાવોમાં લોહીની ખાસ જરૂર પડે ત્યારે મુસ્લિમ સમાજના યુવાનોએ આગળ આવી રક્તદાન કરી એકતાના આપેલ સંદેશને ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *