RT-PCR નો ઉપયોગ કરી મત્સ્ય રોગોનું નિદાનકરવા અર્થેની કાર્યશાળાનું સમાપન કાર્યક્રમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં માછલીઓના રોગોની જાળવણી કરવા અર્થે એકવેટીક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીંગ એંડ ડિસિઝ ડાયગ્નોસ્ટિકની યોજના કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટર ઓફ એકસલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે મંજૂર કરવામાં આવેલ છે. જે અંતર્ગત સેન્ટર ઓફ એકસલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને ઇન્વેન્ટા સીસ્ટમ સયુંક્ત ઉપક્રમે RT-PCR નો ઉપયોગ કરી મત્સ્યપાલન ક્ષેત્રે રોગોની જાળવણી કરવા અર્થે ત્રણ દિવસીય કાર્યશાળા (૨૦-૨૨ જૂન, ૨૦૨૪) સેન્ટર ઓફ એકસલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ હતી. સદર કાર્યશાળાના સમાપન કાર્યક્રમમાં પદ્મશ્રી શ્રીમતી રમીલાબેન ગામીત અને સી.ઓ.ઈ. ઉકાઈ વડા ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહેલ હતા. સદર કાર્યશાળામાં કુલ ગુજરાત રાજયના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ ૧૬ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમનો મુખ્ય ઉદેશ મત્સ્ય રોગોનું નિદાન કરવા માટે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રાજ્યના મત્સ્ય ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું રહશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *