“સ્વ અને સમાજ માટે યોગ” : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારાએ નેચરોપેથી અને યોગ વિભાગના સંકલનમાં આયુષ મંત્રાલયના નિર્દેશ મુજબ 21/06/2024 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. બધા યોગ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે યોગની ઉજવણી કરી.
અમારી સંસ્થાના યોગ નિષ્ણાંત ડૉ. પીયૂષ પંડ્યા સર અને ડૉ. જ્યોતિ શુક્લાએ ઓમકાર જાપ પછી વિવિધ આસનોનું નિદર્શન કર્યું. તેમજ અમારી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિવિધ આસનોનું નિદર્શન કર્યું હતું. સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થીઓએ જાગૃતિ માટે સોશિયલ મીડિયા પર # સ્વયં અને સમાજ માટે યોગ # સાથેના ફોટા પણ અપલોડ કર્યા, પ્રથમવર્ષ BHMS ની વિદ્યાર્થીનીઓએ “યોગ દિવસ” ની થીમ પર રંગોળી તૈયાર કરી. ડો.પિયુષ પંડ્યા એ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને ફિટ રહેવા અને જીવનમાં એકાગ્રતા વધારવા માટે નિયમિત યોગાસન કરવા પ્રોત્સાહિત કર્યા.