એ.આર.ટી.ઓ વ્યારા દ્રારા સ્કૂલ વાહનો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ

Contact News Publisher

૨૫ જેટલાં વાહનોના મેમો ઈસ્યુ કરાયા : વાહન ચાલકોને રોડ સેફ્ટી વિષયક સમજણ અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦ :- તાપી જિલ્લામાં સરકારશ્રીની સૂચના અને ગાઇડલાઇ મુજબ શાળા શરૂ થાય બાદ બાળકોનું પરિવહન કરતા વાહનોને ધ્યાને લઈ આ. ટી. ઓ કચેરી-વ્યારા દ્વારા વ્યારા મથક સહીત આજુબાજુના વિસ્તારોમાં આવેલી શાળાઓ પાસે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલ આકસ્મિક ચેકીંગ દરમિયાન એ.આર.ટી.ઓ વ્યારા તાપી દ્રારા કુલ.૨૫ જેટલાં વાહનોના મેમો ઈસ્યુ કરવામાં આવ્યા હતા.તેમજ શાળાનાં બાળકોનું પરિવહન કરતા ડ્રાઈવરોને રોડ સેફ્ટી વિષયક સમજણ આપવામા આવી હતી.

વધુમાં ભવિષયમાં પણ આ પ્રકારની સ્પેશ્યલ સરપ્રાઈઝ ડ્રાઈવ યોજવામાં આવશે.જેથી વિદ્યાર્થીઓનું પરિવહન કરતા તમામ વાહન ચાલકોને માર્ગ સલામતિ માટેના નિયમોનું પાલન કરવા એ.આર.ટી.ઓ વ્યારાએ જણાવાયું છે.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other