સોનગઢ પોલીસ સ્ટેશનમા સ્ટેટ વિજીલન્સ દ્રારા કરેલ પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20240620-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઈ જોરારામભાઈ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ બસ સ્ટેશન ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- અશ્વિનભાઇ કેશવભાઈ ચૌધરી ઉ.વ.૪૦ રહે-જામણકુવા સ્ટેશન ફળીયુ તા.માંડવી જી.સુરતને આજે તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other