નણંદ દ્વારા સાસરીમાં રહેવાના દેતા મહિલાએ તાપીની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાંથી મહિલાનો 181 ઉપર કોલ આવતાં જણાવેલ કે તેમના પતિ હયાત નથી અને તેમના નણંદ તેમને સાસરીમાં રહેવા ના પાડે છે. તાપીની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે, મહિલા બહેનના પતિ ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા અને તેમને બે બાળકો છે, સાસરીમાં તેમના નણંદ અને સાસુ રહે છે, મહિલા બહેન તેમના બાળકોને લઈને થોડા સમય માટે પિયરમાં રહેવા જતા રહ્યા હતા, તેમના મોટા દીકરાની સ્કૂલ ચાલુ થતાં મહિલા બહેન તેમના દીકરાને લઈને સાસરીમાં આવ્યા તો તેમના નણંદ તેમને સાસરીમાં રહેવા માટે ના પાડવા લાગ્યા અને ઝઘડો કરવા લાગ્યા, મહિલા બહેન ના નણંદ તેમના બાળકોને રાખવા તૈયાર હતા પરંતુ મહિલા બહેનને સાસરીમાં પગ મુકવાની ના પાડતા હતાં, મહિલા બહેન ના સાસુ ને તેમના વહુ થી કોઈ સમસ્યા ના હતી તેઓ મહિલા બહેનને રહેવા હા પાડતા હતાં, માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા મહિલા બહેન ના નણંદ ને સમજાવ્યા કે જેટલો તેમનો તેમના માતા પિતા ના ધરે રહેવાનો હક્ક છે એટલો જ તેમની વહું અને બાળકો નો પણ છે. તેમને અહીં રહેવાથી રોકવા નહીં તથા મહિલા બહેન જણાવતાં હતાં કે તેમના નણંદ જમીન માટે તેમને આમ હેરાનગતિ કરે છે, માટે તેમને કાયદાકીય સમજણ આપી. હવે પછી મહિલા બહેન ને રોકટોક નહીં કરે તથા શાંતિ થી તેમને રહેવા દેવા તેમ જણાવી, મહિલા બહેન ના નણંદ હવે ઝઘડો નહીં કરે એ વાત ની ખાતરી આપતાં બંને પક્ષ વચ્ચે તાપીની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર સમાધાન કરાવેલ છે.