તાપી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિરનું આયોજન
આગામી ૧૪ જુન થી ૨૦મી જુન દરમિયાન તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં ભરતી શિબિર યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્લી અને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલીજેસી સર્વિસ ઈન્ડિયા લિ. ના સહયોગથી તાપી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૪/૦૬/૨૦૨૪ આર.જી.પટેલ વિદ્યાલય નિઝર, ૧૫/૦૬/૨૦૨૪ સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ૧૬/૦૬/૨૦૨૪ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, ૧૭/૦૬/૨૦૨૪ સાર્વજનિક હાઈસ્કુલ,સોનગઢ ૧૮/૦૬/૨૦૨૪ સ.ગો.હાઈસ્કુલ,વાલોડ, ૧૯/૦૬/૨૦૨૪ જે.બી.એન્ડ એસ.એ. વ્યારા, ૨૦/૦૬/૨૦૨૪ આર.જી. જલગાવ પટેલ વિદ્યાલય નિઝર ના રોજ શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે ૧૦:૦૦ થી બપોર ૦૩:૦૦ કલાક સુધી રાખેલ છે.
ઉમેદવારની ઉંમર ૧૯ થી ૪૦ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ અને ઉંચાઈ ૧૬૭ વજન ૫૪ કી.લો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઇચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ બે-બે પાસપોર્ટ સાઈજના ફોટા, આધારકાર્ડ, બોલપેન, લઈને હાજર રહેવું.
પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસા (ગાંધીનગર) માં ટ્રેનીંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલીજેસી સર્વિસ ઈન્ડિયા લિ. મા કાયમી નિયુક્તિ ૬૫ વીઆરએસએસ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધોગિકક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલરી રૂ. ૧૯૫૦૦/- થી ૨૫૦૦૦/- સુરક્ષા સુપરવાઇઝર માટે ૨૫૦૦૦/- થી ૩0000/- અન્ય સુવિધા માટે દર વર્ષ પગારમાં વધારો પ્રોમોશન, પી.એફ.. ઇ.એસ.આઇ., ગ્રેજ્યુઇટી, મેડિકલ સુવિધા, બોનસ,પેન્શન સુવિધા આપવામાં આવશે.એમ જિલ્લા શિક્ષણાધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000