તાપી જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને શાળા સલામતી અને ફાયર સેફટી અંગેની બેઠક યોજાઈ
તાપી જિલ્લામાં શાળાઓ શરૂ થતાં પહેલાં સ્કૂલ વાન, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસના ડ્રાઇવરોને ફાયર સેફ્ટી અને રોડ સેફટીના નિયમો અંગે માહિતગાર કરાવ શાળા સંચાલકોને સૂચનો કરાયા
—
તમામ શાળાઓ અને સ્કૂલ વાહનોમાં ફાયર સેફટી સહિતના વિવિધ અઘ્યતન સાધનો લગાવવા માટે તાકીદ કરાયા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦ આગામી ટૂંક સમયમાં તાપી જિલ્લાની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થનાર છે. જેને ધ્યાનમાં લઈને તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને એ.આર.ટી.ઓ. કચેરી-તાપીના કેટલા સૂચનો અને માર્ગદર્શન શાળાના શિક્ષકો અને સંચાલકોને મળી રહે તે માટે જિલ્લા સેવાસદનના સાંભખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને શાળા સલામતી અને ફાયર સેફટી અંગેની બેઠક યોજાઈ હતી.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ઉપસ્થિતિ તમામ અધિકારી કર્મચારીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોને જણાવ્યું હતું કે અગાઉ ભૂતકાળમાં તેમજ તાજેતરમાં બનેલા આગ જેવી વિવિધ દુર્ઘટનાઓ ધ્યાને લઇ જિલ્લામાં આવેલ તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો નિયમોનુસાર લગાવેલા હોવા જોઇએ તેમજ સમયાંતરે અગ્નિશામક સાધનો રીફીલીંગ કરાવવાના રહેશે. શાળાઓના શિક્ષકો તેમજ બાળકોને ફાયર સેફટી અંગે તાલીમ આપવાની રહેશે.શાળામાં જર્જરીત જણાય તો તેને દૂર કરવાની કાર્યવાહી કરવા સહીતની શાળા સલામતી અંગેના વિવિધ મુદ્દો અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ સાથે શાળામાં વિદ્યાર્થીને લઇ જવા આવા માટેના ઉપયોગમાં લેવાતી સ્કૂલ વાન, સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસના અને વાહન ચાલકો તેમજ વાહન માલિકોએ અનઅધિકૃત CNG ગેસ કિટ ફિટ ન કરવી, સીટિંગ કેપેસીટી કરતા વધુ બાળકો બેસાડવા નહીં, CNG બોટલનું હાઇડ્રો ટેસ્ટિંગ ફરજિયાત કરાવવું તેમજ કોઈ અકસ્માત ન બને તે માટે સાવચેતી રાખવા તેમજ આગામી સત્રથી ફાયર સેફ્ટી તેમજ રોડ સેફ્ટી અને બાળકોની સલામત પરિવહન બાબતે જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં આવી.
વધુમાં જિલ્લામાં કોઈ પણ આકસ્મિક ઘટના બને તો તરત જિલ્લા અને તાલુકા ડિઝાસ્ટર કચરીઓમાં જાણ કરવા જણાવ્યું હતું જેના માટે કંટ્રોલરૂમ નંબર નંબરો પણ તમામને આપવામાં આવ્યા હતા. તમામ અધિકારીઓ અને શાળા સંચાલન સાથે જોડાયેલ તમામને આ નંબરો પોતાની પાસે રાખવા ખાસ સૂચના આપી હતી જેથી કરી આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં સરળતા રહે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વ્યારા-નિઝર,પોલીસ વિભાગ,શિક્ષણ વિભાગ,ફાયર વિભાગ,નગરપાલિકા, આર.ટી.ઓ કચેરી, જિલ્લા ડિઝાસ્ટર વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી-કર્મચારીઓ, ,તથા વિવિધ શાળાના સંચાલકો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
00000